ભરૂચ શહેર એ.બી.સી.ચોકડી પરથી ઓટો રીક્ષામાં લઇ જવાતો ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે બે ઇસમોને કુલ કિંમત રૂપિયા ૮૬,૭૦૦/- ના મુદ્દામાલ ઝડપી પાડી, પ્રોહિબીશનનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી ભરૂચ ક્રાઇમ
પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય ગાંધીનગરનાઓ દ્વારા આગામી હોળી-ધુળેટીના તહેવાર તથા લોકસભા ચુંટણી-૨૦૨૪ અંતર્ગત રાજયમાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે ઉદ્દેશથી સ્પેશિયલ પ્રોહી ડ્રાઇવ આપવામાં આવેલ. જે ડ્રાઇવ અનુસંધાને પોલીસ મહાનિરીક્ષક સંદીપ સિંહ વડોદરા વિભાગ વડોદરા તથા પોલીસ અધિક્ષક ભરૂચ મયુર ચાવડાનાઓએ જીલ્લાના લીસ્ટેડ બુટલેગરોને ચેક કરવા, આ ઉપરાંત જીલ્લામાંથી પસાર થતા નેશનલ/સ્ટેટ હાઇવે ઉપર પેટ્રોલિંગ રાખી શંકાસ્પદ વાહનો ચેક કરવા વિગેરે સુચનો સહીત ડ્રાઇવ દરમ્યાન અસરકારક અને પરીણામલક્ષી કામગીરી કરવા સુચનાઓ આપેલ.પોલીસ ઇન્સપેક્ટર એમ.પી.વાળા એલ.સી.બી.ભરૂચનાઓના માર્ગદર્શન મુજબ ઉપરોક્ત સુચનાઓ અન્વયે લોકલ ક્રાઇમ બ્રાંચની અલગ-અલગ ટીમો દ્વારા પ્રોહીબિશન/જુગારના કેસો શોધી કાઢવા સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ. દરમ્યાન પો.સ.ઇ. ડી.એ.તુવર એલ.સી.બી.ભરૂચની ટીમ ગત રાત્રીના નાઇટ પેટ્રોલિંગમાં હતી દરમ્યાન બાતમી મળેલ કે * પ્રોહી બુટલેગર રાહુલ કાયસ્થે તેના મળતીયા મારફતે ઓટો રીક્ષા નંબર GJ 16 Y 2340 માં વિદેશી દારૂ મંગાવેલ છે * જેથી એલ.સી.બી.ટીમ દ્વારા ભરૂચ શહેર એ.બી.સી. સર્કલ નજીક વોચ તપાસમાં રહી, બાતમીવાળી રીક્ષામાં વિદેશી દારૂ સાથે ૦ર ઇસમોને ઝડપી પાડવામાં આવેલ. પકડાયેલ આરોપીઓની ઉંડાણપુર્વક પુછપરછ હાથ ધરતા પકડાયેલ પ્રોહીનો જથ્થો રાહુલ કાયસ્થે મંગાવતા તેના કહેવા મુજબ રીક્ષા લઇ ભરૂચ GIDC ફેઝ-૦૧ માં ગયેલ અને સીલ્વર કલરની નંબર પ્લેટ વગરની સ્વિફ્ટ ગાડીમાં એક ઇસમ દારૂ આપી ગયેલ હોવાની હકિકત જણાવતા ઉપરોક્ત પ્રોહી બુટલેગર તથા અન્ય એક ડ્રાઇવરને વોન્ટેડ જાહેર કરી વિદેશી દારૂ, ઓટો રીક્ષા, મોબાઇલ મળી કુલ કિંમત રૂપિયા ૮૬,૭૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી, તમામ વિરૂધ્ધ પ્રોહિબીશન એક્ટની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી, ભરૂચ શહેર સી ડીવીઝન પો.સ્ટે. ખાતે આગળની વધુ તપાસ સારૂ સોંપેલ છે અને વોન્ટેડ આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરેલ છે.
આરોપીઓના નામ સરનામાં
(૧) મુસ્તાકભાઇ કરીમભાઇ મન્સુરી રહેવાસી. ભીમનાથ મહાદેવ મંદિર પાસે, દાંડિયા બજાર, ભરૂચ
(૨) સંજયભાઇ ગણપતભાઇ રાઠોડ રહેવાસી, કસક જલારામ મંદિર પાસે ભરૂચ
વોન્ટેડ આરોપી
(૧) રાહુલ કીશોરભાઇ કાયસ્થ રહેવાસી. દાંડીયાબજાર ભરૂચ
કબ્જે કરેલ મુદામાલ
(૧) ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ બોટલ નંગ- ૧૨૦ કિંમત રૂપીયા.૪૩,૨૦૦/-
(૨) ઓટો રિક્ષા નંબર GJ16Y2340 કિ રૂ ૪૦,૦૦૦/- કિંમત રૂપિયા ૪૦,૦૦૦/-
(૩) મોબાઇલ નંગ-૦૨ કિમંત રૂપિયા ૩૫૦૦/-
કુલ મુદ્દામાલ કિંમત રૂપિયા ૮૬,૭૦૦/-
કામગીરી કરનાર ટીમ
પો.સ.ઇ. ડી.એ.તુવર તથા એ.એસ.આઇ. અજયભાઇ રાઠવા, તથા અ.હે.કો. , અ.હે.કો.કુંદનભાઇ તથા પો.કો.વિજયભાઇ એલ.સી.બી.ભરૂચનાઓ દ્વારા ટીમવર્કથી
કરવામાં આવેલ છે.
રિપોર્ટર:- કેતન મહેતા, ભરૂચ