ઓનલાઈન ઠગાઈ આચારતા ઠગબાઝોએ વધુ એક શખ્સને પોતાની જાળમાં ફસાવ્યો : વધુ નફાની લાલચે લાકડિયાના યુવાન સાથે રૂા. 4.59 લાખની ઠગાઈ
વધુ એક શખ્સ ઓનલાઈન ઠગઈનો શિકાર બન્યો હોવાનો કિસ્સો સામે આવી રહ્યો છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર વધુ નફો પ્રાપ્ત કરવાની લાલચે લાકડિયાના યુવાન સાથે રૂા. 4.59 લાખની ઠગાઈ થઈ હોવાનો મામલો પોલીસ ચોપડે ચડ્યો છે. આ બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ આ બનાવ અંગે મૂળ ભુજના અને હાલે મીના કંપનીના સ્ટાફ ક્વાર્ટરમાં રહેતા મૌલિક જેસુખભાઈ વોરા દ્વારા 17 શખ્સો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે જાણવા મળી રહ્યું છે કે, આરોપી શખ્સોએ ફેસબુક અને વોટ્સએપ મારફતે નાણાં રોકાણ કરી તેમાંથી વધુ નફો મેળવવાની લાલચ આપી અને ફરિયાદીને બે જુદી–જુદી એપ્લિકેશન મોબાઈલમાં ડાઉનલોડ કરવા જણાવ્યુ હતું. જે અપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ એક ઈમીટેડ એપ્લિકેશન મારફતે ગત તા. 24/12/2023થી તા. 30/1/2024 ના સામગાળા સુધીમાં જુદા–જુદા વ્યવહાર સાથે રૂા. 2,89,600 ઉપરાંત ઝોકસા એપ્લિકેશનમાં તા. 15/1/2024થી તા. 18/1/2024 સુધીના અરસામાં જુદા–જુદા સમયે રૂા. 1.70 લાખ સાથે કુલ રૂા. 4,59,600 જેટલી રકમ જમા કરાવેલ હતી. બાદમાં આ જમા કરાવેલ રકમ ક નફો પરત ન આપી આરોપી શખ્સોએ છેતરપિંડી આચરી હતી. પોતાની સાથે ઠગાઈ થયા હોવાનું સામે આવતા ફરિયાદીએ પોલીસ મથકે આરોપી શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાવેલ હતો. પોલીસે આ મામલે આગળની વધુ તપાસ હાથ ધરી છે.