રાજકોટ ખાતે આવેલ કોઠા પીપળીયાથી ગામ નજીક જાહેરમાં જુગાર રમતા ચાર ખેલીઓને પોલીસે ઝડપી પાડ્યા
સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, રાજકોટ ખાતે આવેલ કોઠા પીપળીયાથી જેતાકુબા ગામ જતાં માર્ગે જાહેરમાં જુગાર રમતા ચાર ખેલીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. આ મામલે પ્રાપ્ત થતી વિગતો મુજબ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન રાજકોટ ખાતે આવેલ કોઠા પીપળીયાથી જેતાકુબા ગામ જતાં માર્ગે જાહેરમાં જુગાર રમતા ચાર ખેલીઓને રંગે હાથ ઝડપી પાડ્યા હતા. પોલીસે પકડાયેલ પત્તાપ્રેમીઓ પાસેથી રોકડા રૂ..22,100 કબ્જે કર્યા હતા. પોલીસે પકડાયેલ ખેલીઓ પાસેથી તમામ મુદ્દામાલ કબ્જે કરી તેમના વિરુદ્ધ જુગારધારાની કલમો તળે ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આરંભી છે.