નવસારીના દારૂના ગુનામાં ફરાર આરોપી શખ્સને એલસીબીની ટીમે દબોચી લીધો
નવસારીના દારૂના ગુનામાં ફરાર આરોપી શખ્સને એલસીબીની ટીમે દબોચી લીધો હતો. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, નવસારી રૂરલ પોલીસ મથકના દારૂના ગુનામાં ફરાર આરોપી શખ્સ હિતેષ વિનોદ ટીલાળા રબારીકા ચોકડી ફિલ્ટર પ્લાન્ટ નજીક હાજર છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને આરોપી શખ્સને બાતમી વાળા સ્થળ પરથી દબોચી લીધો હતો. જાણવા મળી રહ્યું છે કે, પોલીસે પકડાયેલ શખ્સ વિરુદ્ધ આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આરંભી છે.