અરવલ્લીમાં ફક્ત વધુ પૈસા કમાવવાની લાલચે કરાવવામાં આવી રહી છે મોતની સવારી
હાલના વ્યસ્તતા તેમજ પૈસાની પાછળ પાગલ લોકના જીવનમાં કોઇપણ ગામ હોય કે શહેર વાહનચાલકો વધુમાં વધુ પૈસા કમાવવાની લાલચમાં જીવના જોખમે વાહનમાં મુસાફરો ભરીને વાહનો બેફામ વાહનો ચલાવી રહ્યા છે ત્યારે હાલમાં જ વાહનચાલકોને તંત્રનો કોઈનો ડર ન હોય તેવી મોતની સવારી જેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. આ મામલે સૂત્રોએ જણાવ્યા અનુસાર અરવલ્લી જિલ્લામાં જાહેર હાઇવે રોડ પરથી ઓવરલોડ મુસાફરો ભરેલા વાહનો પસાર થઈ રહ્યા છે.જેમાં એક વાહનમાં 40 કરતા વધુ મુસાફરો ભરીને જીવના જોખમે વાહનચાલકો પોતાના વાહનો બેખોફ ચલાવી રહ્યા છે. આ પ્રકારની સવારીના કારણે ભૂતકાળમાં પણ ઘણા અકસ્માતો બની ચૂક્યા છે અને કેટલાય નિર્દોષ લોકો આવી જોખમી મુસાફરીનો ભોગ પણ બની ચૂકેલા છે.ત્યારે ફક્ત વધુ પૈસા કમાવવાની લાલચે કરવવામાં આવતી આ જોખમી સવારી વાહનચાલકો સામે દંડનિય કાર્યવાહી કરવામાં આવે તેવું લોકોનું કહેવું છે.