સિમેન્ટ ભરેલ ટ્રક ખાલી કરવા ગયેલ શખ્સો સિમેન્ટની 280 ગૂણીની તસ્કરી કરી થયા ફરાર
સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, ખાવડા નજીક આવેલા આર.આઈ. પાર્કમાં ખાલી કરવા ગયેલ શખ્સો ટ્રકમાંથી કિ. રૂા. 88,200 સિમેન્ટની 280 ગૂણીની તસ્કરી કરી ફરાર થઈ જતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે પ્રાપ્ત થતી વિગતો મુજબ સાંઘી કંપનીમાંથી સિમેન્ટની બે ગાડી ભરીને ભુજના ખાવડા પાસે આવેલ આર.આઈ. પાર્કમાં ટ્રક ખાલી કરવા ગયેલા બંને આરોપી શખ્સોએ ટ્રકમાંથી સિમેન્ટની 280 ગૂણી કિ. રૂા. 88,200 સેરવી લઈ ગાડી મૂકી ફરાર થઈ ગયા હતા. સાંઘી કંપનીમાંથી બિલ્ટી મુજબ સિમેન્ટની કુલ 1480 ગૂણી ભરીને બંને ટ્રકચાલક અદાણી કંપની આર.આઈ. પાર્ક પહોંચી તે દરમ્યાન બિલ્ટી મુજબ વજન કરાવેલ ન હતું, બાદમાં ટ્રક મૂકીને આરોપીઓ ફરાર થઈ ગયા હતા. આ મામલે કંપનીને જાણ કરવામાં આવેલ ત્યારે સંબંધિતોએ આર.આઈ. પાર્ક પહોંચી ટ્રકનું વજન કરાવતાં બિલ્ટી મુજબ વજન ઓછું જણાતા તપાસ કરાઈ હતી જેમાં 280 ગૂણી ઓછી જોવા મળી હતી. પોલીસે આ મામલે આરોપી શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.