ગાંધીધામમાં 25 વર્ષીય પરીણીતાએ એસિડ પી જઈ પોતાની જીવનલીલા સંકેલી
ગાંધીધામમાં 25 વર્ષીય પરીણીતાએ કોઈ કારણોસર એસિડ પી જઈ પોતાની જીવનલીલા સંકેલી લીધી હતી. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ ગાંધીધામમાં નવી સુંદરપુરી નજીક આ 25 વર્ષીય પરીણીતા પોતાના પિયરમાં હાજર હતી તે દરમ્યાન ગત તા. 19/3ના તેમણે એસિડ પી લીધુ હતું. બનાવની જાણ થતાં તેમને સારવાર અર્થે સૌ પ્રથમ ખાનગી હોસ્પિટલમાં પ્રાથમિક અને ત્યાંથી વધુ સારવાર માટે રામબાગ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ હતા.જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ યુવતીએ કયા કારણોસર આવું પગલું ભર્યું હશે તે અંગે આગળની વધુ તપાસ પોલીસે આરંભી છે.