માધાપરના ચકચારી હનીટ્રેપ કેસમાં અંજારના વકીલની જામીન અરજી કોર્ટે ફગાવી

copy image

copy image

સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, માધાપરના ચકચારી હનીટ્રેપ કેસમાં અંજારના વકીલના જામીન કોર્ટે નામંજૂર કર્યા હતા. આ મામલે પ્રાપ્ત થતી વિગતો મુજબ  માધાપરના આહીર યુવકને હનીટ્રેપમાં  ફસાવી મરવા મજબૂર કરવાના  ચકચારી  હનીટ્રેપ કેસમાં  અંજારના વકીલ દ્વારા નિયમિત જામીન મેળવવા સેશન્સ કોર્ટમાં અરજી કરવામાં આવેલ હતી જે, અરજી રદ કરાઈ હતી. જાણવા મળી રહ્યું છે કે, ચકચારી હનીટ્રેપ કેસમાં યુવકને ફસાવવા અંગેના સહઆરોપીઓને  પ્લાન સમજાવવામાં મુખ્ય ભૂમિકા ભજવનાર આરોપી વકીલે કરેલી જામીન અરજી  કોર્ટે બંને  પક્ષની દલીલો  સાંભળ્યા  બાદ નામંજૂર કરી હતી.