રાજકોટના વિક્રાંતી સોસાયટીમાંથી પાંચ દિવસ પૂર્વે થયેલ સ્કુટરની ચોરીના ગુનામાં સામેલ આરોપી શખ્સોની અટક
સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, રાજકોટના ભકિતનગર સ્ટેશન હદની વિક્રાંતી સોસાયટીમાંથી પાંચ દિવસ પૂર્વે થયેલ સ્કુટરની ચોરીના ગુનામાં સામેલ આરોપી શખ્સોની અટક કરવામાં આવેલ છે. આ મામલે પ્રાપ્ત થઈ વિગતો મુજબ પાંચ દિવસ અગાઉ થયેલ સ્કુટરની ચોરીના ગુનાની તપાસ હાથ ધરી પોલીસે સગીર સહિત ત્રણને ઝડપી ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો હતો. આ મામલે પ્રાપ્ત થઈ વિગતો મુજબ પોલીસે ગોઠવેલ વોચ દરમ્યાન ઢેબર રોડ રાજકમલ ફાટક નજીક નંબર પ્લેટ વગરનું જયુપીટર સ્કૂટર સાથે સગીર સહિત બે શખ્સોને અટકાવી તપાસ હાથ ધરતા સમગ્ર વિગત સામે આવી હતી. આ અંગે વધુ પૂછપરછ કરતાં પકડાયેલ શખ્સોએ પાંચ દિવસ પહેલા વિક્રાંતી સોસાયટી માંથી ચોરી કરી હોવાનું સ્વીકાર્યું હતું. પોલીસે આ અંગે આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આરંભી છે.