ગોંડલ રોડ પર એક કારમાંથી દારૂની 288 બોટલ કબ્જે કરાઈ

copy image

copy image

સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, ગોંડલ રોડ પર પરફેકટ શોરૂમ પાછળ હોન્ડા સીટી કારમાંથી 1.14 લાખની દારૂની 288 બોટલ પોલીસે કબ્જે કરી હતી. આ મામલે પ્રાપ્ત થતી વિગતો મુજબ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, ગોંડલ રોડ પર પરફેકટ શોરૂમ પાછળ હોન્ડા સીટીની એક કારમાં દારૂનો જથ્થો રાખવામા આવેલ છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને હકીકત વાળા સ્થળ પર દરોડો પાડી બાતમી વાળી કારમાંથી દારૂની 288 બોટલ કબ્જે કરી હતી. હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન આરોપી શખ્સો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આરંભી છે.