જુગારનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ
પોલીસ મહાનિરીક્ષક સંદિપ સિંહ વડોદરા વિભાગ, વડોદરા તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા જીલ્લામાં પ્રોહી/જુગારની અસામાજીક પ્રવૃતિઓ સદંતર બંધ રહે અને જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે ઉદ્દેશથી પ્રોહી/જુગારની પ્રવૃતિ ઉપર સતત વોચ રાખી અસરકારક અને પરીણામલક્ષી કામગીરી કરવા આપેલ સુચના આધારે.પોલીસ ઇન્સપેક્ટર એમ.પી.વાળા એલ.સી.બી. ભરૂચ નાઓના માર્ગદર્શન હેઠળ ઉપરોક્ત સુચનાઓ અન્વયે પ્રોહી/જુગારના કેશો શોધી કાઢવા લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ-અલગ ટીમો બનાવી સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ દરમ્યાન આજ રોજ પો.સ.ઇ. એમ.એમ.રાઠોડ એલ.સી.બી. ભરૂચની ટીમ પાનોલી પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન બાતમી મળેલ કે, “સંજાલી ગામમાં તળાવ ફળીયા પાસે આવેલ નર્સરીમાં ખુલ્લી જગ્યામાં કેટલાક માણસો ભેગા થઇ પત્તા-પાના વડે રૂપિયાની હાર-જીતનો જુગાર રમે છે અને હાલ સદરહુ જગ્યાએ જુગારની પ્રવૃત્તિ ચાલુ છે” જે મળેલ બાતમીના આધારે સંજાલી ગામમાં તળાવ ફળીયા પાસે આવેલ નર્સરીમાં જુગાર અંગે સફળ રેઇડ કરી અંગ ઝડતીમાંથી તથા દાવ ઉપરના રોકડા રૂ. ૧૧,૪૫૦/- તથા મોબાઇલ ફોન નંગ-૦૩ કી.રૂ. ૩૫,૦૦૦/- તથા પત્તા-પાના નંગ-પર મળી કુલ કી.રૂ. ૪૬,૪૫૦/- ના મુદ્દામાલ સાથે ચાર આરોપીને ઝડપી પાડી જુગાર ધારાની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી પાનોલી પો.સ્ટે. ખાતે ગુનો રજીસ્ટર કરાવવામાં આવેલ છે.
પકડાયેલ આરોપી
(૧) કેસરી સીંધુ દુખ્ખુ પાંડે ઉ.વ.૩૯ રહે, સુભમ પાર્ક મ.નં.૩૧, સંજાલી તા-અંક્લેશ્વર જી-ભરૂચ.
(૨) ભરતભાઈ પાંચીયાભાઈ વસાવા રહેતળાવ ફળીયું સંજાલી તા-અંક્લેશ્વર જી-ભરૂચ.
(૩) મનોજકુમાર ભગવાનદાસ પટેલ રહે.સંજાલી ગામ પાનોલી પટેલ ટીમ્બસ કંપનીમાં તા- અંક્લેશ્વર જી-ભરૂચ.
(૪) સતીષભાઈ ભીખાભાઈ વસાવા રહે- સંજાલી ટેકરી ફળીયું તા-અંક્લેશ્વર જી-ભરૂચ.
કબ્જે કરેલ મુદામાલ
(૧) અંગઝડતીમાંથી તથા દાવ ઉપરના રોકડા રૂ. ૧૧,૪૫૦/-
(૨) મોબાઇલ ફોન નંગ-૦૩ કી.રૂ. ૩૫,૦૦૦/-
(૩) પત્તા-પાના નંગ-પર કી.રૂ.૦૦/૦૦
મળી કુલ કી.રૂ. ૪૬,૪૫૦/- નો મુદ્દામાલ.
કામગીરી કરનાર ટીમ
પો.સ.ઇ. એમ.એમ.રાઠોડ તથા અ.હે.કો. જયરાજભાઇ, અ.હે.કો. સંજયભાઇ, અ.હે.કો. ધર્મેન્દ્રસિંહ તથા અ.પો.કો. મનહરસિંહ, અ.પો.કો. નિમેષભાઇ એલ.સી.બી. ભરૂચનાઓ દ્વારા ટીમવર્કથી કરવામાં આવેલ છે.
રિપોર્ટર:- કેતન મહેતા, ભરૂચ