છેલ્લા ૧૪ વર્ષથી આદિપુર પો.સ્ટે.ના પ્રોહીબીશનનાં ગુના કામેના નાસતા ફરતા ઓરોપીને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ,પુર્વ -કચ્છ, ગાંધીધામ

આગામી લોકસભા ચુંટણી -૨૦૨૪ અનુસંધાને મ્હે.પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ,ગાંધીધામ નાઓ તરફથી નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા આપેલ સુચના આધારે ઈન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર એન.એન.ચુડાસમા એલ.સી.બી. નાઓની આગેવાનીમાં એલ.સી.બી ટીમ નાસતા ફરતા આરોપીઓ શોધવા સતત પ્રયત્નશીલ હતી દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે આદિપુર પોલીસ સ્ટેશનનાં પ્રોહીબીશનનાં ગુના ડામે છેલ્લા ૧૪ વર્ષથી નાસતો ફરતો આરોપી અંજાર ચિત્રકુટ સર્કલ પાસેથી હ્યુમન રીસોર્સ/ટેકનીકલ સર્વેલન્સની મદદથી પકડી પાડી આગળની કાર્યવાહી માટે આદિપુર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે.

પકડાયેલ નાસતા ફરતા આરોપીનુ નામ

નરપતસિંહ ઉર્ફે નેતા ભેરસિંહ સોલંડી ઉ.વ. ૩૯ હાલે રહે. હાજીપીર ત્રણ રસ્તા,જયમાતાજી હોટેલ ઉપર તા.નખત્રાણા મુળ રહે. બાકાસર તા.સેડવા જી.બાડમેર રાજસ્થાન

પકડાયેલ આરોપી નીચે મુજબના ગુના ડામે નાસતો ફરતો છે.

આદિપુર પ્રોહી. પ૨૬૬/૧૦ પ્રોહી.૬.૬૬બી, ૬૫એઈ, ૮૧ મુજબ

આ કામગીરી લોકલ કાઈમ બ્રાન્ચનાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર એન.એન.ચુડાસમા તથા એલ.સી.બી.સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે.