ભુજ તાલુકાનાં મમુઆરાના વેપારી સાથે 29 લાખની ઠગાઈ થતાં ચકચાર : કોર્ટમાં ફરિયાદ કરવા છતાં પણ સુનવણીમાં  હાજર ન થયા આરોપીઓ

scam

copy image

copy image

 ભુજ  ખાતે આવેલ મમુઆરાના વેપારી સાથે 29 લાખની ઠગાઈ થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ભુજ તાલુકાનાં મમૂઆરા ગામમાં ચાઈના કલેની કંપની ધરાવતા  દામજીભાઈ કાનજીભાઈ જાટિયા મોરબીના વેપારીઓએ  28,76,641ની ઠગાઈ આંચરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ મમૂઆરાના દામજીભાઈ પાસેથી બે વર્ષ અગાઉ મોરબીના વેપારીઓએ રૂા.28,76,641નો 24 ગાડી માલ મગાવ્યા બાદ નાણાં ન ચૂકવી વિશ્વાસઘાત કર્યો હતો. આ મામલે પધ્ધર પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદ મુજબ, ગત તા. 15-5-2022ના  મોરબીની આદિત્ય એન્ટરપ્રાઈઝ કંપનીના આરોપી શખ્સો ફરિયાદી દામજીભાઈ પાસે આવેલ હતા અને ચાઈનાકલેનો વેપાર  કરતા  હોવાનું જણાવી વાતચીત દરમ્યાન આરોપીઓએ રૂા. 28,76,641નો  24 ગાડી માલ ખરીદી મોરબીના ગોડાઉન  ખાતે  મોકલવાનું કહી ત્યાંથી નીકળી ગયા હતા.  પ્રાપ્ત થઈ વિગતો મુજબ આ પેટે કોઈ રકમની લેવડદેવડ થઈ ન હતી, પરંતુ ડિલિવરીના ત્રણ માસમાં નાણાંની ચૂકવણી કરવાની શરતે મહેસાણાની બેંકનો ચેક આપવામાં આવેલ હતો. મુદત પૂરી  થતાં ફરિયાદીએ ચેક બેંકમાં વટાવતાં તે ચેક પરત ફર્યો હતો. આ મામલે ફરિયાદીએ આરોપીઓને જાણ કરતાં તેમને અલગ અલગ બહાના બનાવે નાણાં ચુકવ્યા ન હતા. ઉપરાંત  ભુજની કોર્ટમાં ફરિયાદ કરવામાં આવેલ હોવા છતાં પણ સુનવણીમાં હાજર ન થયેલા આરોપીઓ વિરુદ્ધ કોર્ટે પોલીસ ફરિયાદ કરવાનો આદેશ આપતાં આ મામલે પધ્ધર પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવવામાં આવેલ છે. પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ આરંભી છે.