જામનગર સીટી પોલીસ સ્ટેશનની બાઈક ચોરીના ગુનામાં સામેલ આરોપી શખ્સ દબોચાયો
સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે, જામનગર સીટી પોલીસ સ્ટેશનની બાઈક ચોરીના ગુનામાં સામેલ આરોપી શખ્સને પોલીસે દબોચી લીધો હતો. આ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ પોલીસે 80 ફુટ રોડ ઓમ રેસ્ટોરન્ટ નજીકથી આરોપી સખ્સને ઝડપી પાડી તેની પુછપરછ હાથ ધરી હતી, પૂછતાછ દરમ્યાન એકાદ માસ પૂર્વે પોતાના મીત્ર સાથે તેને આ બાઈક ચોરી કર્યા હોવાનું સ્વીકાર્યું હતું, આ મામલે આરોપી શખ્સની ધરપકડ કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.