મોરબી ખાતે આવેલ મકનસર નજીક બાઈક અને ટ્રક વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં બાઇકચાલકનું મોત

copy image

copy image

મોરબી ખાતે આવેલ મકનસર ગામ નજીક બાઈક અને ટ્રક વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં બાઇકચાલકનું મોત નીપજયું હતું. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ  આ બનાવ ગત તા. 13 માર્ચના રોજ સાંજના  સમયે બન્યો હતો. આ બનાવ અંગે મૃતકના પત્ની દ્વારા ટ્રક ચાલક વિરુદ્ધ પોલીસ મથકે નોંધાવવામાં આવેલ ફરિયાદ અનુસાર ગત તા. 13 માર્ચના રોજ હતભાગી યુવાન મિત્રને મળવા બાઈક લઈને બહાર ગયેલ હતો. તે દરમ્યાન હાઈવે રોડ પર પહોંચતા ટ્રકના ચાલકે આ યુવાનને હડફેટે તેના પર ટાયરનો જોટો ફરી વળતાં તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ગંભીર ઇજાઓના પગલે આ યુવાનને સારવાર અર્થે સૌ પ્રથમ મોરબી સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતો, બાદમાં વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવી રહ્યો હતો તે દરમ્યાન રસ્તામાં આ યુવાને અંતિમ શ્વાશ લીધા હતા. પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ આરંભી છે