ગુજરાત યુનિ. નજીકથી SOGએ ડ્રગ્સ અને ચરસના જથ્થા સાથે એક શખ્સને ઝડપ્યો
હાલના સમયમાં દારૂ અને ડ્રગ્સની હેરાફેરીના કિસ્સા વધી રહ્યાં છે,ત્યારે ગુજરાત યુનિ. પાસેથી SOGની ટીમે એક પેડલર સહિત મેફેડ્રોન ડ્રગ્સનો 4.350 ગ્રામ અને ચરસનો 2.300 ગ્રામનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર SOGની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં વસીમખાન પઠાણ નામનો શખ્સ ડ્રગ્સ અને ચરસનો જથ્થો વેચાણ કરી રહ્યો છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને બાતમી વાળા સ્થળ પર વોચ ગોઠવીને આરોપી શખ્સને સકંજામાં લીધો હતો. પકડાયેલ શખ્સ પાસેથી મેફેડ્રોન ડ્રગ્સનો 4.350 ગ્રામ અને ચરસનો 2.300 ગ્રામનો જથ્થો કબ્જે કરાયો હતો.પોલીસે આરોપી ઈશમની અટક કરી તેના વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આરંભી છે.