મુંદ્રા ખાતે આવેલ સાડાઉમાં  વીજબિલની વસૂલાત કરવા ગયેલા પીજીવીસીએલ કર્મચારીને ધમકી આપવામાં આવતા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, મુંદ્રા ખાતે આવેલ સાડાઉમાં રૂા. 13 હજારની વીજબિલની વસૂલાત કરવા ગયેલા  પીજીવીસીએલ કર્મચારીને ધમકી આપવામાં આવતા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. આ મામલે પ્રાપ્ત થઈ વિગતો મુજબ મુંદ્રા ખાતે આવેલ સાડાઉમાં  ઘર વપરાશના વીજબિલનાં નાણાંની બાકી નીકળતી રકમ રૂા. 13,966 વસૂલવા ગયેલા પીજીવીસીએલ કર્મચારીને  મહેશભાઈ રમેશભાઈ મોદીને આરોપી શખ્સોએ શર્ટનું કોલર પકડી વીજ કનેક્શન  કાપવા નહીં દઈએ અને જો બીજી વખત અહીં આવશો તો હાથ-પગ ભાંગી નાખવાની ધમકી આપેલ હતી. પોલીસે આ મામલે આરોપી શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.