ગાંધીધામમાં 21 વર્ષીય યુવાને ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

copy image

copy image

ગાંધીધામમાં 21 વર્ષીય યુવાને ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત તા.21/3ના ગાંધીધામ ખાતે આવેલ ઇફકો વસાહત સામે રુદ્રાક્ષ મંડપની ઓરડીમાં આ બનાવ બન્યો હતો. આ ઓરડીમાં રહેનાર 21 વર્ષીય બિશુદાન નામનો યુવાન પોતાના રૂમ પર હાજર હતો તે દરમ્યાન રાતના સમયે કોઇ અગમ્ય કારણોસર તેણે લોખંડના એંગલમાં દોરી બાંધી ગળેફાંસો ખાઇ લીધો હતો. પોલીસે આ બનાવ અંગે આગળની વધુ તપાસ હાથ ધરી છે.