બાળકો પણ ધૂળેટી આનંદથી મનાવી શકે તે માટે બાળકોને પિચકારી, રંગ ની કીટ અપાઇ

ભુજ. ધૂળેટી ના તહેવારો બાળકો પણ આનંદથી ઊજવી શકે તેવા ઉમદા હેતુ સાથે આજે ભુજમાં બાળકોને રંગ, પિચકારી, ફુગા, ની કીટ નું વિતરણ સાથે અલ્પાહાર કરાવવા નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કવિતા મીરા સચદે ની સ્મૃતિમાં વિતરણ કરવા માં આવ્યું હતું સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે આજે પૂર્વ નગરપતિ અને જાણીતા દાતા અને ધારાશાસ્ત્રી શંકરભાઈ સચદે ના પ્રમુખ સ્થાને બાળકો માટે કીટનું વિતરણ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્ય માં સત્યમ સંસ્થા દર્શક અંતાણી અને અન્યો અગ્રણીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ તકે જાણીતા ધારાશાસ્ત્રી અને પૂર્વ નગરપતિ શંકરભાઈ સચદે વધુમાં જણાવ્યું હતું કે બાળકો ધૂળેટી નો તહેવાર આનંદથી મનાવી શકે તેવા હેતુ સાથે કવિતા મીરા સચદે ની સ્મૃતિ માં દર વર્ષે બાળકોને પિચકારી, ફુગા,રંગ ની ખાસ કિટ આપવાનો કાર્યક્રમ યોજાય છે તે રીતે આજે પણ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તેમણે ધૂળેટી પ્રસંગે સૌ કોઈ નાના મોટાઓને શુભેચ્છા પાઠવી હતી શુભેચ્છા પાઠવ્યા બાદ કીટનું વિતરણ શંકરભાઇ સચદે ના હસ્તે કરવામાં આવ્યું હતું અને સાથે સાથે બાળકોને કીટ ની સાથે નાસ્તાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું, આજ ના દિને આ કાર્યક્રમમાં સત્યમ સંસ્થાના અધ્યક્ષ દર્શકભાઈ અંતાણી, શિવાંગ અંતાણી, નરેન્દ્રભાઈ સ્વાદીયા,દિલીપભાઈ ઠકકર, વિભાકરભાઈ અંતાણી,મહિલા અગ્રણી રામુબેંન પટેલ, મિલીબેંન પિત્રોડા, તેમજ અન્ય લોકો ઉપસ્થિત રહ્યા દરમિયાન ભુજ શહેરના અલગ અલગ વિસ્તારોમાં બાળકોને કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતુ તેમજ રંગ અને પિચકારી કિટમાં બાળકો ને ધ્યાન માં લઇ ને કીટ ખાસ બનાવવામાં આવી હતી,