“પધ્ધર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશીદારૂનો કેશ શોધી કાઢતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજ”
 
                
પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિનો ગેરકાયદેસર રીતે જથ્થો મંગાવી વેચનારા ઇસમો ઉપર વોચ રાખી આવી પ્રવૃત્તિ અટકાવવા માટે સુચના અને માર્ગદર્શન આપેલ.
જે સુચના અને માર્ગદર્શન મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.ચુડાસમા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ટી.બી.રબારી સાહેબનાઓએ પશ્ચિમ કચ્છ જિલ્લામાં ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિનો ગેરકાયદેસર રીતે જથ્થો મંગાવી વેચનારા ઇસમો ઉપર વોચ રાખી કાયદેસર કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચના એ.એસ.આઈ. બલભદ્રસિંહ રાણા, પોલીસ હેડ કોન્સ્ટેબલ મયુરધ્વજસિંહ જાડેજા, વીરેંન્દ્રસીહ જાડેજા, સુરેન્દ્રસિંહ ઝાલા, નવીનકુમાર જોષી, રાજેન્દ્રસિંહ રાઠોડ તથા શક્તિસિંહ ગઢવીનાઓ ભુજ તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પોલીસ હેડ કોન્સ્ટેબલ વીરેંન્દ્રસીંહ જાડેજા, સુરેન્દ્રસિંહ ઝાલાનાઓને સંયુક્ત રીતે ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, મહેન્દ્રસિંહ ઉર્ફે કાનો દેવુભા જાડેજા રહે જુનાવાસ માધાપર તા. ભુજ તથા પ્રધ્યુમનસિંહ નવીનચંદ્રસિંહ ઉર્ફે નવુભા જાડેજા રહે નવાવાસ માધાપર તા.ભુજ વાળાઓ સાથે મળી તેઓના મળતીયા કાનજી કરશન કોલી રહે. લાખોંદ તા.ભુજ વાળા પાસે લાખોદ ટોલ નાકાની બાજુમાં આવેલ બી.એમ.સી.બી. કોલોની બાજુમાં આવેલ ખુલ્લા વરંડામાં બાવળોની ઝાડીમાં બહારથી ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો મંગાવી રાખેલ છે અને તેનો છુટકમાં વેચાણ કરે છે અને હાલે પ્રવૃતી ચાલુમાં છે. જે હકીકત આધારે તપાસ કરતા નીચેની વિગતે ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો મળી આવેલ જે બાબતે હાજર મળી આવેલ તેમજ હાજર નહીં મળી આવેલ ઇસમ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તમામ મુદ્દામાલ પધ્ધર પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ.
- કબ્જે કરેલ મુદ્દામાલ
- ભારતીય બનાવટની વિદેશીદારૂની બોટલો નંગ-૮૩ તથા બીયરના ટીન નંગ- ૭૭ કી.રૂા. ૨૨,૫૫૫/-
- એન્ડોઇડ મોબાઇલ ફોન કી.રૂા. ૫૦૦0/-
- ટાટા કંપનીનું મદનીયુ રીક્ષા કી.રૂા. ૨,૦૦,000/-
- હાજર મળી આવેલ ઇસમ
- કાનજી કરશન કોલી ઉ.વ. ૩૬ રહે. કોલીવાસ લાખોંદ તા.ભુજ
- હાજર નહી મળી આવેલ ઇસમ
- મહેન્દ્રસિંહ ઉર્ફે કાનો દેવુભા જાડેજા રહે જુનાવાસ માધાપર તા.ભુજ
- પ્રધ્યુમનસિંહ નવીનચંદ્રસિંહ ઉર્ફે નવુભા જાડેજા રહે નવાવાસ માધાપર તા.ભુજ
 
                                         
                                        