ઓનલાઈન ઠગાઈમાં ગયેલ નાણાં પૈકી રૂા. 9,16,251ની રકમ ફ્રીઝ કરાવી અરજદારને પરત કરાયા
સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, ઓનલાઈન નાણાં કમાવવાની લાલચમાં જુદા-જુદા ટ્રાન્ઝેક્શન મારફતે ઠગાઈમાં ગયેલ રકમ પશ્ચિમ કચ્છ પોલીસની સ્થાનિક ગુનાશોધક શાખાના સાયબર ક્રાઈમ વિભાગ દ્વારા પરત અપાવી સરાહનીય કામગીરી બજાવી હતી. જાણવા મળી રહ્યું છે કે, આ ઠગાઈના ગુનામાં આ કિસ્સામાં ફરિયાદીને અજાણ્યા નંબર પરથી વોટ્સઅપ મેસેજમાં હોટેલ અને કેફેને ગૂગલ રેન્ક આપ્યા બાદ સ્ક્રીનશોટ સેન્ડ કરવાથી રૂા. 50 મળશે તેવી જાણ કરવામાં આવી હતી. બાદમાં ફરિયાદીને જુદા-જુદા ટાસ્ક પૂર્ણ કરવા જણાવવામાં આવેલ હોવાથી વધુ પૈસા કમાવવાની લાલચમાં ફરિયાદીએ રૂા. 12,50,500 મોકલાવ્યા હતા, બાદમાં આ અંગે કઈ જ વળતર ન મળતાં પોતાની સાથે ઠગાઈ થયું હોવાનું સામે આવતા ફરિયાદીએ તુરંત સાયબર સેલને જાણ કરી હતી. અને બાદમાં પોલસે તાત્કાલિક પત્રવ્યવહાર અને ટેકનિકલ સંદર્ભોની મદદથી ઠગાઈમાં ગયેલા નાણાં પૈકી રૂા. 9,16,251ની રકમ ફ્રીઝ કરાવી અરજદારને પરત અપાવી સરાહનીય કામગીરી બજાવી હતી.