બે વર્ષ પૂર્વે 11 લાખનું સોનું લઈ નાસી જનાર આરોપી શખ્સને પેરોલ ફર્લો સ્કવોડે સૂરતથી દબોચ્યો
copy image

સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, 11 લાખનું સોનું લઈ નાસી જનાર આરોપી શખ્સને પોલીસે સૂરતથી ઝડપી પાડ્યો છે. આ મામલે પ્રાપ્ત થતી વિગતો મુજબ સોનાના દાગીના બનાવી આપવાનો વિશ્વાસ કેળવ્યા બાદ આરોપી શખ્સ રૂા. 10,97,000 કિંમતનું 272.06 ગ્રામ સોનું લઈ ફરાર થઈ ગયો હતો જેને સુરતથી પેરોલ ફર્લો સ્કવોડે દબોચી લીધો છે. પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, બે વર્ષ પૂર્વે ભુજના ચાર વ્યક્તિઓનું રૂા. 10,97,000નું સોનું લઈને નાસી જનારો આરોપી શખ્સ સુરત ખાતે કારીગરીનું કામ કરી રહ્યો છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને આરોપી ઈશમને સુરતથી દબોચી લીધો હતો. જાણવા મળી રહ્યું છે કે, પકડાયેલ શખ્સ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા ભુજ શહેર એ-ડિવિઝન પોલીસ મથકને સોંપવામાં આવેલ હતો.