તુણા વંડીમાં જુના ઝઘડાની અદાવત રાખી ઘરમાં આવીને પ્રૌઢ પર હુમલો કરવાના ગત વર્ષના બનાવમાં વધુ બે આરોપીઓની અટક

ગાંધીધામ ખાતે આવેલ તુણા વંડીમાં જુના ઝઘડાની અદાવત રાખી ઘરમાં આવીને પ્રૌઢ પર હુમલો કરવાના ગત વર્ષના બનાવમાં વધુ બે આરોપી શખ્સોને કંડલા મરિન પોલીસે ઝડપી પાડ્યા છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર ગત વર્ષે તા.15 ઓક્ટોબરના રાતના સમયે હથિયાર સાથે મારી નાખવાની મંશાથી ઘરમાં ઘૂસી કરી જુના ઝઘડાનું મનદુ:ખ રાખી હુમલો કરવામાં આવેલ હતો. આ હુમલામાં ઘાયલ થયેલ મહિલા દ્વારા નવ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. ફરિયાદ નોંધાયા બાદ પોલીસે બે આરોપીની અટક કરી હતી જેમાં વધુ બે આરોપી શખ્સોને ઝડપી લીધા હતા. આ મામલે આગળની વધુ કાર્યવાહી જારી હોવાનું જાણવા મળી રહ્યું છે.