અંજારમાં એક શ્રમજીવીની કેબીનમાં કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠી : સદ્દભાગ્યે કોઈ જાનહાનિ નહીં

અંજારમાં આવેલ શહેરના માલાશેરી વિસ્તારમાં એક શ્રમજીવીની કેબીનમાં કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. જાણવા મળી રહ્યું છે કે, આ આગના બનાવમાં બે કેબીનો આગની ઝપેટમાં આવી ગઈ હતી.આ મામલે પ્રાપ્ત થઈ વિગતો મુજબ અંજારમાં એક શ્રમજીવીની કેબીનમાં કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠી હતી જેમાં બે કેબીનો આગની ઝપેટમાં આવી હતી, બનાવની જાણ થતાં જ અંજાર નગરપાલિકા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવી આગને સાંજ સુધી કાબૂમાં લીધી હતી.  સદભાગ્યે આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી.