“NO DRUGS IN EAST KUTCH CAMPAIGN”માદક પદાર્થ અફીણના રસના જથ્થા સાથે બે ઇસમને ઝડપી પાડતી એસ.ઓ.જી.ગાંધીધામ

આગામી લોકસભા ચુંટણી-૨૦૨૪ અનુસંધાને મ્હે.પોલીસ અધિક્ષકથી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામનાઓ દ્વારા જીલ્લામાં ડેફી અને માદક પદાર્થના સેવન, હેરફેર, વેપારની પ્રવૃતિને સંપૂર્ણપણે નેસ્તનાબૂદ કરવા તથા ગેરકાયદેસર માદક પદાર્થના કેસો શોધી કાઢવા મળેલ સુચના આધારે એસ.ઓ.જી.ટીમને મળેલ બાતમી હકીકત આધારે ગળપાદર ગામથી અંજાર તરફ જતા મેઘપર (બો) ઓવરબ્રિજ પાસે રસ્તાની ડાબી બાજુ આવેલ સંત કૃપા સોસાયટીના નાકે આવેલ એકતા કોમ્પલેક્ષના ગ્રાઉન્ડ ફ્લોરમાં રેહાન એન્ટરપ્રાઈઝ નામની દુકાનમાં દિનેશ હિરારામ ગે.ડા રીતે વગર પાસ પરમીટે માદક પદાર્થ અફીણ રાખી વેચાણ પ્રવૃત્તિ કરતો હોય જેથી તેના કબ્જા ભોગવટાની દુકાનમાં રેઈડ કરી તપાસ કરતા તેની પાસેથી કુલ કિ.રૂા. ૪૧,૧૫૦/- નો મુદ્દામાલ વેચાણ અર્થે -રાખી મળી આવેલ હોય જેથી મજકુર વિરૂધ્ધ એન.ડી.પી.એસ.એકટ-૧૯૮૫ હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી કરવા સારૂ અંજાર પોલીસ સ્ટેશનને સોંપવામા આવેલ છે.

અટક કરેલ આરોપીઓ:-

(૧) દિનેશ હિરારામ બ્રાહ્મણ ઉ.વ.૩૭ રહે હાલે સહારાનગર મ.નં. ૮૭/એ ગળપાદર તા.ગાંધીધામ મુળ રહે એડીનાડ છોટુ તા.ગુડામાલાની જીલ્લો બાડમેર રાજસ્થાન (કબ્જેદાર તથા વેચાણ કરનાર)

(૨) સત્યનારાયણ ભીખમચંદ ગોર ઉ.વ.૩૮ રહે.હાલે શાંતિનગર મ.નં.બી-૩૫ સર્વે નં- ૧૩૨ મેધપર (બો) તા.અંજાર મુળ રહે. ગોર કોલોની બાલોતરા તા.પચ્છપદરા જી.બાલોતરા રાજસ્થાન (વેચાણમાં મદદ કરનાર)

પકડવાના બાડી આરોપી:-

(૧) રમેશ ચુનીલાલ બિશ્નોઈ રહે. સપનાનગર ગાંધીધામ મુળ રહે. રાજસ્થાન (વેચાણ આપનાર)

મુદ્દામાલની વિગત-

(૧) અફીણનો રસ વજન ૨૭૦ ગ્રામ કિંમત રૂપિયા ૨૭,૦૦0/-

(૨) મોબાઈલ નંગ-૦૨ કિ.રૂા.૧૦,૦૦0/-

(3) વજન કાંટો-૦૧ કિ.રૂ.૧૦૦૦/-

(૪) રોકડા રૂપિયા- ૩૧૫૦/-

(૬) અફીણના રસ વાળી ખાલી કોથળીઓ નંગ-૦૫ કિ.રૂ.00/00

( ૫) પ્લાસ્ટીકની પારદર્શક કોથળી નંગ-૧૫ કિ.રૂ.૦૦/૦૦

(૭) લાઈટ બીલ, ચુંટણી કાર્ડ,આધાર કાર્ડ કિ.રૂા.00/00

કુલ કિ.રૂા. ૪૧,૧૫૦/-નો મુદ્દામાલ

ઉપરોકત કામગીરીમાં એસ.ઓ.જી. ઈન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર એન.એન.ચુડાસમા તથા પો.સબ. ઈન્સ. એન.કે.ચૌધરી તથા એસ.ઓ.જી.સ્ટાફ જોડાયેલ

હતો.