અંજાર ખાતે આવેલ ભાદ્રોઈમાં ત્રણ શખ્સો દ્વારા એક યુવાન પર લાકડી અને ધોકા વડે હુમલો કરતાં પોલીસ મથકે ફરિયાદ
copy image

સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, અંજાર ખાતે આવેલ ભાદ્રોઈમાં ત્રણ શખ્સો દ્વારા એક યુવાન પર લાકડી અને ધોકા વડે હુમલો કરતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે પ્રાપ્ત થતી વિગતો મુજબ આ મારામારીના બનાવ અંગે ફરિયાદી વિરમભાઈ મેરાભાઈ રબારી દ્વારા આરોપી શખ્સો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર ફરિયાદીના બહેનના લગ્ન આરોપી શખ્સ સાથે થયાં હતાં. ફરિયાદીએ આરોપીને પોતાની બહેનને મારઝૂડ ન કરવાનું સમજાવતાં આ વાતનુ મનદુ:ખ રાખીને આરોપીઓએ લાકડી, લોખંડના પાઈપથી હુમલો કરી દીધો હતો. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા નોંધાવેલ ફરિયાદના આધારે પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.