ભચાઉ પોલીસે કુરીયરના પાર્સલમાંથી દારૂની બોટલ ઝડપી
copy image

સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, ભચાઉ પોલીસે તિરુપતી કુરીયરના પાર્સલમાંથી દારૂની બોટલ ઝડપી પાડી છે. આ મામલે પ્રાપ્ત થતી વિગતો મુજબ તિરુપતી કુરીયરનું પાર્સલ લઈને આરોપી શખ્સ જઈ રહ્યો હતો ત્યારે પોલીસે તેને અટકાવી અને આ પાર્સલની તપાસ હાથ ધરી હતી. જાણવા મળી રહ્યું છે કે, બોક્સની તપાસ હાથ ધરવામાં આવતા તેમાંથી દારૂની ચાર બોટલ નીકળી પડી હતી. પોલીસે પાર્સલ લઈ જનાર આરોપી શખ્સની અટક કરી આગળની વધુ કાર્યવાહી આરંભી છે.