ભુજના આત્મારામ માર્ગે ગત મોડી રાત્રે બાવળની ઝાડીમાં આગ ભભૂકી ઉઠી
ભુજના આત્મારામ માર્ગે ગત મોડી રાત્રે બાવળની ઝાડીમાં આગ ભભૂકી ઉઠી હતી. બનાવની જાણ ફાયર વિભાગને બનાવની જાણ કરવામાં આવતા અગ્નિસમન દળ ઘટનાસ્થળે પહોંચી અને આગ ઉપર પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. આ બનાવ મળતી માહિતી અનુસાર ગત રાત્રે 11. 20ના અરસામાં આત્મારામ રોડ પર નાઈટ પેટ્રોલીંગમાં રહેલી પોલીસ વિભાગની પીસીઆર વેન આત્મારામ રોડ પરથી જઈ રહી હતી તે દરમ્યાન ઝાડીમાં આગ લાગી હોવાનું જાણવા મળતા પોલીસે તુરંત આ ઘટના અંગેની જાણ ફાયર વિભાગને કરી હતી. બનાવની જાણ થતાં તુરંત ફાયર વિભાગને બનાવની જાણ કરવામાં આવતા અગ્નિસમન દળ ઘટનાસ્થળે પહોંચી અને આગ ઉપર પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.