ભચાઉમાં ઓવરલોડ મીઠું ભરેલ ડમ્પર વિભાગની કચેરી નજીક પલટ્યું

copy image

copy image

સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, ભચાઉમાં મીઠું ભરેલ ડમ્પર વિભાગની કચેરી નજીક પલટી મારી ગયું હતું. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ મીઠાના કારખાનામાંથી ઓવરલોડ મીઠું ભર્યા બાદ ગાંધીધામ અને મીઠાની ફેક્ટરીઓમાં પહોંચાડવા ભચાઉ શહેર અને તેના વિસ્તારોમાંથી આ ડમ્પરોને પસાર કરાઈ રહ્યા છે. આ ઓવરલોડ ભરેલ ડમ્પરના ચાલકો બેફામ રીતે વાહનો ચલાવી લોકોના જીવ જોખમે ચડાવી રહ્યા છે. જાણવા મળી રહ્યું છે કે, ઓવરલોડ ભરેલ આ ડમ્પર પોલીસ સ્ટેશન અને વન વિભાગની કચેરી પાસેથી જ પસાર થાય છે. ત્યારે ગત શનિવારે મીઠાના કારખાનાથી નીકળેલ આ ડમ્પર અહીંની વન વિભાગની કચેરીની દિવાલ પાસે જ આવીને પલટી ગયેલ હતું.