રેલવે સ્ટેશન પર પાર્સલોમાંથી 14 કિલો ચાંદીની ચોરી કરી આરોપી થયો ફરાર

copy image

સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, કાલુપુર રેલવે સ્ટેશન પર લોડિંગ અને અનલોડિંગનું કામ કરતો શખ્સ આંગડિયા પેઢીના પાર્સલોમાંથી રૂ. 11.43 લાખની 14 કિલો ચાંદીના ચોરસાની તસ્કરી કરી ફરાર થઈ જતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતમાં રહેતા બંગાલીસિંગ પરમાર માણેકચોકમાં સૂર્યા લોજિસ્ટિક્સ નામની આંગડિયા પેઢી ધરાવે છે. ગત તા. 16 ઓક્ટોબર, 2023માં તેમની મુંબઇ બ્રાન્ચમાં પાર્સલ કર્ણાવતી એક્સપ્રેસમાં મોકલવામાં આવેલ હતા. જેમાં કુલ છ પાર્સલોમાં ચાંદી હતી.જાણવા મળી રહ્યું છે કે, આ પાર્સલો મુંબઇની ઓફિસ પહોંચ્યા બાદ તપાસ કરતાં તેમાંથી રૂ. 11.43 લાખની 14 કિલો ચાંદીના ત્રણ ચોરસા ગાયબ હોવાનું સામે આવ્યું હતું. આ મામલે વધુ તપાસ કરતા કાલુપુર રેલવે સ્ટેશન પર પાર્સલ લોડિંગ અને અનલોડિંગનું કામ કરનાર શખ્સ ચોરી કરીને તેના વતન આગ્રા નાસી ગયો હોવાનું જાણવા મળતા તેને ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવેતા પોલીસે નોંધાવેલ ફરિયાદના આધારે આગળની વધુ તપાસ હાથ ધરી છે.