ભરણપોષણની રકમ ન ચૂકવનાર શખ્સને 110 દિવસની કેદ
સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, રાજકોટ ફેમિલી કોર્ટે પત્નીને ભરણપોષણની રકમ ન ચૂકવનાર શખ્સને 110 દિવસની કેદની સજા ફટકરી છે. આ મામલે પ્રાપ્ત થતી વિગતો મુજબ અરજદાર મહિલા દ્વારા પોતાના પતિ વિરુદ્ધ ભરણપોષણ મેળવવા ફેમીલી કોર્ટમાં અરજી કરવામાં આવેલ હતી. જાણવા મળી રહ્યું છે કે, અરજદારને રૂા.3000 માસીક ચુકવવા તેવો હુકમ કરવામાં આવેલ હતો.જે હુકમનું પાલન ન કરવામાં આવતા અરજદારે ફેમીલી કોર્ટમાં અરજી દાખલ કરેલ હતી.કોર્ટે બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ સામાવાળાને 110 દિવસની સાદી કીડની સજા ફટકરી હતી.