દરિયાઇ સુરક્ષાને ધ્યાને લઇ દરિયાઇ વિસ્તારમાં “સ્મોલર ડિસ્ટ્રીકટ લેવલ કોસ્ટલ મોકડ્રિલ”નું આયોજન કરતી પશ્ચિમ કચ્છ- ભુજ જિલ્લા પોલીસ

નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી, દરિયાઇ સુરક્ષા, ગુજરાત રાજ્ય, ગાંધીનગરનાઓની સુચના મુજબ દરિયાઇ વિસ્તાર ધરાવતો જિલ્લાઓમાં દરિયાઈ સુરક્ષાને ધ્યાને લઇ વર્ષમાં બે વખત “સ્મોલર ડિસ્ટ્રીકટ લેવલ કોસ્ટલ મોકડ્રિલ” નું આયોજન કરવા જણાવેલ હોય, જે અન્વયે શ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ, પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓની સુચનાથી જિલ્લામાં કાર્યરત સેન્ટ્રલ તથા સ્ટેટની સિસ્ટર એજન્સીઓ સાથે જરૂરી સંકલન રાખી ટેબલટોપ મીટીંગ કરી દરિયાઇ સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અને સદર મોકડ્રિલને સફળ બનાવવાનું આયોજન કરવામાં આવેલ.
જે અન્વયે ગઇકાલ તા.૨૩/૦૩/૨૦૨૪ ના ક.૨૦/૦૦ થી તા.૨૪/૦૩/૨૦૨૪ ના ક.૨૦/૦૦ સુધી પશ્ચિમ કચ્છ જિલ્લામાં સદર મોકડ્રિલનું આયોજન કરવામાં આવેલ. જેમાં એસ.ઓ.જી., એલ.સી.બી., એલ.આઈ.બી., ક્યુ.આર.ટી., બી.ડી.ડી.એસ. તથા પશ્ચિમ કચ્છ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન તથા જિલ્લામાં કાર્યરત સેન્ટ્રલ તથા સ્ટેટની સિસ્ટર એજન્સીઓને સાથે રાખી રેડ ફોર્સ તરીકે રહેલ ડમી આતંકવાદીઓને પ.કચ્છ જિલ્લાના વાઇટલ ઇન્સ્ટોલેશન, વાઇટલ પોઇન્ટ્સ, લેન્ડીંગ પોઇન્ટ તથા દરિયાઇ વિસ્તારમાં લેન્ડીંગ કરવા તથા હુમલો કરવા માટેના ટાસ્ક આપવામાં આવેલ. તેમજ સદર આ ડમી આતંકવાદીઓને પકડવા તથા તેઓના હુમલાને નિષ્ફળ બનાવવા માટે બ્લુ ફોર્સ ટીમો બનાવવામાં આવેલ.
જે અન્વયે રેડ ફોર્સના ડમી આતંકવાદીઓ દ્વારા ફીશીંગ બોટથી દરિયાઇ માર્ગે જખી વિસ્તારમાં લેન્ડીંગ કરી હુમલો કરવાના હોય જેથી
આજરોજ તા.૨૪/૦૩/૨૦૨૪ ના ૨.૦૦/૪૫ વાગ્યે એસ.ઓ.જી. તથા જખી મરીન પોલીસ દ્વારા સંયુક્ત રીતે પ્રાપ્ત ઇનપુટ મુજબ રેડ ફોર્સના ડમી આતંકવાદીઓને ખિદરત બેટ નજીકથી દરિયાઇ વિસ્તારમાં પકડી પાડી હુમલાને નિષ્ફળ બનાવવામાં આવેલ.
તેમજ અન્ય રેડ ફોર્સના ડમી આતંકવાદીઓની ટીમ દ્વારા ફીશીંગ બોટથી દરિયાઇ માર્ગે પિંગલેશ્વર, જખી વિસ્તારમાં લેન્ડીંગ કરી હુમલો કરવાના હોય જેથી આજરોજ તા.૨૪/૦૩/૨૦૨૪ ના ક.૧૯/૦૦ વાગ્યે એસ.ઓ.જી. તથા જખૌ પોલીસ દ્વારા સંયુક્ત રીતે પ્રાપ્ત ઇનપુટ મુજબ રેડ ફોર્સના ડમી આતંકવાદીઓને પિંગલેશ્વર લેન્ડીંગ પોઇન્ટ નજીકથી દરિયાઇ વિસ્તારમાં પકડી પાડી હુમલાને નિષ્ફળ બનાવવામાં આવેલ.
મોકડ્રિલમાં ભાગ લેનાર એજન્સીઓ
સદર “સ્મોલર ડિસ્ટ્રીકટ લેવલ કોસ્ટલ મોકડ્રિલ” માં પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસની એસ.ઓ.જી., એલ.સી.બી., એલ.આઈ.બી., ક્યુ.આર.ટી., બી.ડી.ડી.એસ. તથા તમામ પોલીસ સ્ટેશન તથા જિલ્લામાં કાર્યરત સેન્ટ્રલ તથા સ્ટેટની સિસ્ટર એજન્સીઓએ ભાગ લિધેલ હતો.