સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત તા. ૧૬/૧૦/૨૦૨૬ના રોજ યોજાયેલી રાજ્યકક્ષાની વક્તત્વ સ્પર્ધાના અપુરતા આયોજન અંગે…

જય ભારત સડ ઉપરોક્ત વિષય અન્વયે સવિનય જણાવવાનું કે ગુજરાત સરકારનું સેવા સંકલ્પ અભિયાન વિદ્યાર્થીઓની પ્રતિભા અને આત્મવિશ્વાસને પ્રોત્સાહન આપતું આવકારદાયક પગલું છે. પરંતુ તા. ૧૬/૧૦/૨૦૨૬ના રોજ યોજાયેલી રાજ્યકક્ષાની વકતૃત્વ સ્પર્ધા અંગે વિવિધ જિલ્લા એકમો દ્વારા પ્રશાસનના આયોજનની ક્ષતિઓ અને અવ્યવસ્થા અંગે રજૂઆતો સંગઠનને કરવામાં આવી છે.
પ્રાપ્ત રજૂઆતો અનુસાર, પરિપત્રમાં નિર્ધારિત ટાગોર કોલ, અમદાવાદના બદલે સ્પર્ધાનું સ્થળ બદલી અચાનક ‘સફલ’ સ્કૂલમાં આયોજન કરવામાં આવ્યું કતું, જે ત્યાંથી ૪૦૦-૫૦૦ મીટર દૂર આવેલ કતું. ત્યાં જવા માટે કોઈ વ્યવસ્થા પણ રાખવામાં આવી ન હતી. ઉપરાંત, રાજ્યકક્ષાની સ્પર્ધાને અનુરૂપ સ્ટેજ, માઈક, સાઉન્ડ સિસ્ટમ અને નિર્ણાયકોની યોગ્ય બેઠક વ્યવસ્થા જેવી પાયાની સુવિધાઓના અભાવ અંગે પણ પ્રશ્નો ઊક્યા છે. વળી, વાલી તેમજ શિક્ષકોને આસ્પર્ધામાં બેસવાનીમનાઈ ફરમાવવામાં આવી હતી.
રાજ્યકક્ષાની સ્પર્ધા માત્ર કાર્યક્રમ પૂર્ણ કરવાની ઔપચારિકતા કોય તેવું લાગ્યું. ભવિષ્યમાં રાજ્ય કક્ષાની સ્પર્ધાઓમાં સ્પર્ધકો સમક્ષ વિદ્યાર્થીઓ, વાલી, અન્ય મહેમાનો તેમજ શિક્ષકો બેઠેલા હોય અને સ્ટેજ, સાઉન્ડ સિસ્ટમ તથા માઈકની યોગ્ય વ્યવસ્થા જળવાય તે અતિ આવશ્યક છે. રાજ્યકક્ષાની વકૃત્વ સ્પર્ધા વર્ગખંડની અંદર સુવિધા વગર યોજાય તે અજુગતું છે. જિલ્લા કક્ષાની સ્પર્ધામાં પણ વિદ્યાર્થીઓ ને માઈક સાઉન્ડ ની વ્યવસ્થા, સ્ટેજ કોચ તથા તેની સામે શ્રોતા પણ કોચ તેવી વ્યવસ્થા થઈ શકતી હોય તો રાજ્ય કક્ષાએ પણ વધુ સારી વ્યવસ્થા થઈ શકે.
રાજ્ય સરકારના ઊમદા હેતુથી યોજાતા આ પ્રકારના કાર્યક્રમ તેની ઊંચાઈઓને પામે તે અંગે યોગ્ય સૂચના આપવા વિનંતી.સડકારની આશા સહ…