“ કોડાય પોલીસ સ્ટેશન વિસ્તારના નાની ખાખર ગામમાંથી ભારતીય બનાવટના વિદેશીદારૂનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી કોડાય પોલીસ *

પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ પશ્ચિમ કચ્છ જિલ્લામાં પ્રોહિબીશન તથા જુગારની બદીને નેસ્ત નાબુદ કરવા માટે સુચના આપેલ. જે સુચના સંદર્ભે નાયબ પોલીસ અધિક્ષકશ્રી આર.ડી.જાડેજા સાહેબ ભુજ વિભાગનાઓએ સુચના તથા માર્ગદર્શન આપેલ તેમજ પ્રોહિબીશનનું ડ્રાઇવનું આયોજન રાખવામાં આવેલ.
જે સુચના તથા માર્ગદર્શન હેઠળ એચ.એમ.વાઘેલા, પોલીસ ઇન્સપેકટર, કોડાય પોલીસ સ્ટેશનનાઓ પ્રોહિબીશન ડ્રાઇવ અનુસંધાને સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.હેડ કોન્સ. મુળરાજભાઈ કરમશીભાઇ ગઢવી તથા પૃથ્વીરાજસિંહ સહદેવસિંહ વાઘેલાનાઓને સંયુકત રીતે બાતમી હકિકત મળેલ કે, રવિરાજસિંહ દિલીપસિંહ જાડેજા રહે.નાની ખાખર તા.માંડવીવાળો પોતાના રહેણાંક મકાનની સામે આવેલ રવેચી માતાજીના મંદિરની બાજુમાં આવેલ જુના બંધ પડેલ મકાનમાં બહારથી ગેરકાયદેસર ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો મંગાવી સ્ટોક કરી તે દારૂના જથ્થાને વેચાણ કરે છે તેવી સચોટ બાતમી આધારે વર્કઆઉટ કરી બાતમીવાળી જગ્યાએ રેઇડ કરી નીચે મુજબનો પ્રોહિબીશન મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી કરેલ છે.
મુદ્દામાલની વિગત
(૧) ROYAL CHALLENGE બ્રાન્ડની ૭૫૦ એમ.એલ.ની બોટલ નંગ-૪૮
(2) McDowell’s બ્રાન્ડની ૭૫૦ એમ.એલ.ની બોટલ નંગ-૧૮
(3) TUBORG બ્રાન્ડના ૫૦૦ એમ.એલ.ના બીયરના ટીન નંગ-૭૨
(૪) KINGFISHER બ્રાન્ડના ૫૦૦ એમ.એલ.ના બીયરના ટીન નંગ-૪૮ કુલ કિ.રૂ.૪૩,૭૧૦/-
હાજર ન મળી આવેલ આરોપી
રવિરાજસિંહ દિલીપસિંહ જાડેજા રહે.નાની ખાખર તા.માંડવી
આરોપીનો પૂર્વ ગુનાહિત ઇતિહાસ
(૧) કોડાય પો.સ્ટે. પાર્ટ સી ગુ.ર.નં.૩૨૬/૨૦૨૩ પ્રોહિ કલમ-૬૫(એ)(એ),૯૮(૨)
(૨) માંડવી પો.સ્ટે. પાર્ટ સી ગુ.ર.નં.૮૨૧/૨૦૨૦ પ્રોહિ કલમ-૬૫(એ) (એ), ૯૮(૨)
(૩) માંડવી પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં.૫૯૦/૨૦૨૨ ઇ.પી.કો.કલમ-૧૪૩,૧૪૭,૧૮૬,૨૯૪(ખ),૩૩૨,૩૫૩,૪૨૭,૫૦૬(૨)
(૪) મુંદરા પો.સ્ટે. પાર્ટ સી ગુ.ર.નં.૦૨/૨૦૨૨ પ્રોહિ કલમ-૬૫(એ) (એ),૮૧,૯૯ (૫) મુંદરા પો.સ્ટે. પાર્ટ સી ગુ.ર.નં.૭૨૩/૨૦૨૩ પ્રોહિ કલમ-૬૫(એ)(ઇ), ૮૧
(૬) મુંદરા પો.સ્ટે. પાર્ટ સી ગુ.ર.નં.૧૩૮૩/૨૦૨૩ પ્રોહિ કલમ-૬૫(એ) (એ), ૮૧
ઉપરોકત કામગીરીમાં પોલીસ ઇન્સપેકટર એચ.એમ.વાઘેલા તથા પો.હેડ કોન્સ. મુળરાજભાઇ કે. ગઢવી, પૃથ્વીરાજસિંહ એસ. વાઘેલા તથા વિપુલભાઇ એ. પરમાર તથા હરીભાઇ એમ.ગઢવી તથા પો.કોન્સ. કિશોરસિંહ કે. જાડેજા, નિતેષભાઇ એચ. ચૌધરી, જયેશભાઇ કે. પરમાર તથા પીયુષ બાંભણીયા તથા વુ.પો.કોન્સ. રેખાબેન એચ. ચૌધરીનાઓ જોડાયા હતા.