અંજારના ગંગાનાકા વિસ્તારમાં આવેલ કાક૨વા કોમ્પ્લેક્ષ પાસેથી જુગા૨નો ગણનાપાત્ર કેશ શોધી છ આરોપી ઓને રૂપિયા પર, ૫૩૦/-ના મુદામાલ સાથે જડપી પાડતી અંજાર પોલીસ

શ્રી સાગર બાગમાર સાહેબ પોલીસ અધિક્ષક પુર્વ-કચ્છ ગાંધીધામ તથા શ્રી એમ.પી.ચૌધરી સાહેબ નાયબ પોલીસ અધિક્ષક અંજાર વિભાગ નાઓની સૂચના આધારે અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિ/જુગારની બંદી નેસ્ત નાબુદ કરવા જરૂરી સુચના આપેલ હોઈ જે અન્વયે શ્રી એસ.ડી.સિસોદીયા પોલીસ ઇન્સપેકટર નાઓના માર્ગદર્શન હેઠળ અંજાર પોલીસ સ્ટાફના માણસો પ્રોહિ / જુગાર અંગે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ખાનગી રાહે બાતમી હડીકત આધારે ગંગાનાકા પાસે આવેલ કાક૨વા કોમ્પ્લેક્ષની પાછળ આવેલ સીમેન્ટના ઓટલા ઉપર ખુલ્લામાં અમુક ઇસમો જાહેરમાં ધાણીપાસા વડે રૂપીયાની હાર-જીતનો જુગાર રમી ૨માડે છે તેવી હકીકત આધારે સ્ટાફના માણસો સાથે હકિકત વાળી જગ્યાએ રેઈડ કરી નીચે જણાવેલ મુદ્દામાલ સાથે મળી આવેલ આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી ક૨વામાં આવેલ છે.
પકડાયેલ આરોપી :-
(૧) અસલમ હનીફ શેખ ઉ.વ.૨૩ રહે.હેમલાઈ ફળીયુ અંજાર
(૨) અબ્દુલ કાદરશા શેખ ઉ.વ.૨૪ રહે.હેમલાઇ ફળીયુ અંજાર
(3) ઈબ્રાહીમશા ઈસ્માઈલશા શેખ ઉ.વ.૨૨ રહે.શેખીંબો અંજાર
(૪) અમીલશા હાજીશા શેખ ઉ.વ.૩૬ રહે.હેમલાઇ ફળીયુ મેઘપર ગામ તા.અંજાર
(૫) ભાવેશ માવજીભાઈ સુથાર ઉ.વ.૩૬ રહે. મોરગર તા.અંજાર
(૬) પ્રકાશભાઈ ભીખુભાઈ સથવારા ઉ.વ.૪૧ રહે.ઓકટ્રોય ચોકડી અંજાર
કબ્જે કરેલ મુદ્દામાલ :-
(૧) રોકડા રૂ. ૩૨, 030/-
(૨) મો.ફોન નંગ-૦૫ કિ.રૂ.૨૦, ૫૦૦/-
(3) ધાણી પાસા નંગ-૦૨ કિ.રૂ.૦૦/-
એમ કુલ્લે મુદ્દામાલ કિ.રૂ. ૫૨, ૫૩૦/-:-
આ કામગીરી અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર એસ.ડી.સિસોદીયા, તથા પોલીસ સબ ઇન્સ એસ.વી.ચૌધરી તથા અંજાર પોલીસ સ્ટાફના માણસોએ કરેલ છે.