ગે.કા હથિયાર (દેશી હાથ બનાવટ ની બંદુક) શોધી કાઢતી ગાગોદર પોલીસ

પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પુર્વ કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી સાગર સાંબડા સાહેબ ભચાઉ વિભાગ નાઓ તરફથી જિલ્લામાં ગેર કાયદેસર હથિયારના કેસો શોધી કાઢવા આપેલ સુચના અને માર્ગદર્શન હેઠળ ગાગોદર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઈન્સ્પેક્ટર વિ.પી.આહીર તથા સ્ટાફના માણસો સાથે ગાગોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન વિ.પી.આહીર નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે હનીફ અબ્દુલ હિંગોળજા રહે.કોલીવાસની બાજુમા દેવાભાઈ ખેતાભાઈ કોલી ના મકાનમા ડાનમેર તા.રાપર જી.કચ્છ વાળાના ભોગવટાના મકાનમા દેશી હાથ બનાવટ ની બંદુડ રાખેલ છે તેવી સચોટ બાતમી મળતા પંચો તથા પોલીસ સ્ટાફ સાથે સદરહુ બાતમી વાળી જગ્યા પાસે આવતા તેના મકાનમા તપાસ કરતા મકાનની બહારની બાજુએ દિવાલ પાસેથી દેશી હાથ -બનાવટની સીગલ બેરલ વાડી બંદુક મળી આવતા ઇસમને પકડી પાડી ધોરણસર કાર્યવાહી ક૨વામાં આવેલ છે.

પકડાયેલ આરોપીઓ:

(૧) હનીફ અબ્દુલ હિંગોળજા રહે.કોલીવાસની બાજુમા દેવાભાઈ ખેતાભાઈ કોલીના મકાનમા ડાનમેર તા.રાપર જી.કચ્છ મુળ રહે.ટગા તા.રાપર કચ્છ

(૧) દેશી હાથ બનાવટની સીંગલ બેરલ લાકડાના હાથા વાળી બંદુક કિ.રૂ.૨૦૦૦/-

(૨) ૨૦ ગ્રામ ધન પાવડર કિ.રૂ.૫૦/-

(3) सरायो डि.३.१००/-

(૪) ટીકડી કિ.રૂ.૦૦/-

એમ કુલ્લે કિ.રૂ. ૨૧૫૦/-

આ કામગીરી પોલીસ સબ ઇન્સ્પેક્ટર વિ.પી.આહીર તથા ગાગોદર પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના માણસો દ્વારા કરવામાં આવેલ છે