આદિપુર પો.સ્ટે વિસ્તારમાંથી પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ કાઈમ બ્રાન્ચ, પુર્વ -કચ્છ, ગાંધીધામ

આગામી લોકસભા ચુંટણી -૨૦૨૪ અનુસંધાને હે.પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામ નાઓ તરફથી જિલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા જરૂરી સુચના આપેલ હોય જેથી એન.એન.ચુડાસમા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.નાઓની આગેવાનીમાં એલ.સી.બી. ની ટીમ આદિપુર પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન આરોપી આનંદ શીવજીભાઈ સંઘાર વાળાએ પોતાના કબ્જાની સીલ્વર કલરની સ્વીફ્ટ કાર રજી.નં.જીજે-૧૨-એફસી-૪૦૮૫ વાળીમાં વિદેશી દારૂ ભરી આપેલ છે. જે કાર એક ઇસમ લઈને આદિપુર તરફ આવી રહેલ છે. તેવી બાતમી હકીકત આધારે એલ.સી.બી. ટીમ શિવશડિત જીનીંગ મીલના ખુણા પાસે રસ્તા પર વોચમાં હતી તે દરમ્યાન ઉપરોકત નંબર વાળી સ્વીફટ ગાડી ઉભી રખાવતા વાહન ચાલકે કાર ઉભી રાખેલ નહિ જેથી પોલીસ સદરહુ વાહનનો પીછો કરતા વાહનચાલક ગાડી રસ્તા પર મુડી નાશી ગયેલ. ઉપરોકત સ્વીફ્ટ કારમાંથી નીચે જણાવ્યા મુજબનો પ્રોહીબીશનનો મુદ્દામાલ પકડી પાડી ડાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે આદિપુર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે.
આરોપીઓનાં નામ
(૧) જીગર ભરતભાઈ આહીર રહે. ચારવાડી આદિપુર
(૨) આનંદ શીવજીભાઈ સંઘાર રહે. મેઘપર બોરીચી અંજાર
કબ્જે કરેલ મુદ્દામાલની વિગત
અ.નં.
मुद्दामासनी विगत
વિદેશી
१ અલગ-અલગ
२
બ્રાન્ડની એમ.એલ.ની. બોટલો નંગ-૮૪
દારૂની
૭૫૦
૩૧,૨૦૦/-
વિદેશી દારૂના ૩૭૫ તથા ૧૮૦ એમ.એલ.ના કવાટરીયા મળી નંગ-૧૬૬
૫૦૦ એમ.એલ.ના બીયરનાં ટીન નંગ-૪૮
દારૂની કુલ કિ.રૂ.
કિંમત
૨૮,૫૦૦/-
४८००/-
૬૪,૫૦૦/-
५,००,०००/-
સ્વીફ્ટ કાર રજી.નં.જીજે-૧૨-એફસી-૪૦૮૫
કુલ મુદ્દામાલ કિંમત રૂપિયા
૫,૬૪,૫૦૦/-
આ કામગીરી લોકલ કાઈમ બ્રાન્ચનાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર એન.એન.ચુડાસમા તથા એલ.સી.બી. સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે.