અબડાસાના કુણાઠિયાથી તેરા વચ્ચે વીજથાંભલા પરથી 90 હજારના એલ્યુમિનિયમના કેબલની તસ્કરી કરી નાસી જનાર આરોપીઓમાંથી ત્રણ શખ્સો પોલીસના સકંજામાં
copy image

સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, એકાદ માસ અગાઉ અબડાસાના કુણાઠિયાથી તેરા વચ્ચે વીજથાંભલા પરથી 90 હજારના એલ્યુમિનિયમના કેબલની તસ્કરી કરી નાસી જનાર આરોપીઓમાંથી ત્રણ શખ્સોને એલસીબીની ટીમે ઝડપી પાડ્યા છે, જ્યારે વધુ એક આરોપી પોલીસની પકડથી દૂર છે. આ મામલે પ્રાપ્ત થતી વિગતો મુજબ એલસીબીની ટીમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, નલિયા વિસ્તારના નલિયાથી નેત્રા જતા વીજ લાઇનના ટાવરમાં કુણાઠિયાથી તેરા વચ્ચે એલ્યુમિનિયમના કેબલની ચોરીના ગુનામાં સામેલ ત્રણ આરોપી શખ્સો હાલમાં ખાસરા ગ્રાઉન્ડ નજીક ચાની હોટેલ પર હાજર છે. મળેલ બાતમીના આધારે પોલીસે ત્રણેય આરોપી શખ્સોની અટક કરી હતી. જાણવા મળી રહ્યું છે કે, પકડાયેલ શખ્સો પાસેથી રોકડા રૂા. 40,000ના મુદ્દામાલ હસ્તગત કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપી ઈશમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા ભુજના એ-ડિવિઝન પોલીસને સોંપવામાં આવેલ છે.