આદિપુર નજીક એક યુવાન મૃત હાલતમાં મળી આવતા ચકચાર
આદિપુર નજીક એક યુવાન મૃત હાલતમાં મળી આવેલ હોવાનો કિસ્સો સામે આવી રહ્યો છે, ત્યારે આ બનાવ અંગે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર આદિપુર બસ સ્ટેશન સામે મહાદેવ ડિલક્ષ નજીક અંતરજાળ જતા રોડ પર ગત તા.22/3ના બપોર સમયે મુન્દ્રાના સોધમ વાસ ચાઇના ગેટ નજીક રહેતા 30 વર્ષીય નારાણભાઇ ચાંપશીભાઇ મહેશ્વરી મૃત હાલતમાં મળી આવેલ હતા. બનાવની જાણ થતાં જ તેમને 108 મારફતે રામબાગ હોસ્પિટલ લઇ જવામાં આવેલ હતા, જ્યાં ફરજ પરના તબીબ દ્વારા આદિપુર પોલીસ મથકને જાણ કરવામાં આવતા પોલીસે આ અંગે વધુ તપાસ આરંભી છે.