કંડલામાં ટ્રક નજીક કામ કરી રહેલા ચાલકને ટેન્કર ચાલકે અડફેટે લેતાં મોત

copy image

copy image

 સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, કંડલામાં ટ્રક નજીક કામ કરી રહેલા ચાલકને ટેન્કર ચાલકે અડફેટે લેતાં મોત નિપજ્યું હતું. પ્રાપ્ત થતી વિગતો મુજબ આ બનાવ અંગે નિકુલ દિનેશભાઇ કોઠીવાર દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર ફરિયાદીના પિતા તેમની માલિકીનું ટ્રક પોતે જ ચલાવતા હતા. ગત તા.22/3ના સાંજ સમયે તેમને જાણ થઈ હતી કે, કંડલા મીઠાની ઓસરી નજીક તેમના પિતા પોતાની ટ્રકમાં ડ્રાઇવર સાઇડના પાછલા ટાયર નજીક કામ કરી રહ્યા હતા તે સમયે પુરપાટ આવતું પાણીનું ટેન્કરના ચાલકે બેદરકારીથી તેમને  અડફેટમાં લઈ લીધા હતા. આ અકસ્માતના બનાવમાં ઘાયલ ફરિયાદીના પિતાને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવતા ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.  આ બનાવના પગલે ટેન્કરના ચાલક વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા નોંધાવેલ ફરિયાદના આધારે પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.