કચ્છમાં આજે ધુળેટીના રંગોત્સવની સાથે સાથે કચ્છ કોંગ્રેસના યુવા મોરચા અને NSUI ના પ્રમુખ સહિત સો જેટલા કોંગ્રેસીઓએ રંગ બદલ્યો…

આજે સમગ્ર દેશમાં હોળી અને ધુળેટી તહેવાર ખૂબ ઉત્સાહ સાથે મનાવાઈ રહ્યો છે તેની સાથે સાથે કચ્છમાં પણ ધુળેટીનો પર્વ રંગોત્સવ સાથે લોકો મનાવી રહ્યા છે તેની વચ્ચે આજે ભુજ ખાતે કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય કમલમ ખાતે ઉજવાઈ રહેલ રંગોત્સવ દરમિયાન કચ્છ કોંગ્રેસ યુવા મોરચાના અનેક કાર્યકરો NSUI ના પ્રમુખ સહિત સો જેટલા કોંગ્રેસી કાર્યકરો ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત રીતે જોડાયા હતા. ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા આ કાર્યકરોનો કચ્છના સાંસદ અને આગામી લોકસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વિનોદભાઈ ચાવડા અને જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદએ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા કાર્યકરોનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે યુવક કોંગ્રેસના અગ્રણી અને કચ્છ કોંગ્રેસના પ્રવક્તા દીપક ડાંગરે જણાવ્યું હતું કે દેશમાં વિકાસની રફતાર સાથે અમે જોડાઈ રહ્યા છીએ ભારતીય જનતા પાર્ટીના વિકાસના વિચારને અમે સમર્થન આપીએ છીએ કચ્છ જિલ્લા કોંગ્રેસના સૌથી વધુ કાર્યકરો આજે વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાતા કચ્છ કોંગ્રેસ પણ નિશબ્દ બની ગઈ છે.