અમદાવાદના દરિયાપુર વિસ્તારમાંથી 4.26 લાખની તસ્કરી કરી ચોર ઈશમો થયા ફરાર
સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, અમદાવાદના દરિયાપુર વિસ્તારમાંથી 4.26 લાખની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે પ્રાપ્ત થઈ વિહતો મુજબ દરિયાપુરમાં દુકાનનું શટર તોડી 4.26 લાખની રોકડ ચોરી કરી ચોર ઈશમો ફરાર થઇ ગયા હતા. આ બનાવ અંગે સરદારનગરમાં રહેતા ચંદ્રલાલ ચાવલા દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. પ્રાપ્ત વિગતો મુજભ ફરિયાદી કાલુપુર ચોખા બજારમાં બેકરી પ્રોડક્ટ્સની દુકાન ધરાવે છે.ગત તા. 7 માર્ચના રાતના સમયે તેઓ દુકાન બંધ કરીને ઘરે ગયેલ હતા. બીજા દિવસે સાંજે તેમના પાડોશીએ ફોન દ્વારા જણાવેલ કે, તેમની દુકાનનું શટર અડધું ખુલ્લુ છે.આ અંગે જાણ થતાં ફરિયાદી તુરંત દુકાને પહોંચ્યા હતા. બાદમાં ટેબલના ડ્રોવરમાં તપાસ કરવામાં આવતા ધંધા માટે મૂકેલી રૂ. 4.26 લાખની રોકડ ગયાબ જણાઈ હતી. વધુ તપાસ હાથ ધરતા આ દુકાનમાં ચોરી થઈ હોવાનું સામે આવેલ હતી. જેથી આ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે નોંધાવેલ ફરિયાદ અનુસાર આગળની વધુ તપાસ હાથ ધરી છે.