ભચાઉ પો.સ્ટે વિસ્તારમાંથી પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પુર્વ -કચ્છ, ગાંધીધામ
આગામી લોકસભા ચુંટણી -૨૦૨૪ અનુસંધાને મ્હે.પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામ નાઓ તરફથી જિલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા જરૂરી સુચના આપેલ હોય જેથી એન.એન.ચુડાસમા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.નાઓની આગેવાનીમાં એલ.સી.બી. ની ટીમ ભચાઉ પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન બાતમી હકીકત મળેલ કે આરોપી પ્રવિણ માંડણ પરમાર રહે. ભચાઉ સર્વોદય સોસાયટી રબારીવાસ પોતાના કબ્જા ભોગવટનાં મકાનમાં વિદેશી દારૂ સંતાડી રાખેલ છે. જે અન્વયે ઉપરોકત જગ્યાએ રેઈડ કરતા આરોપીનાં કબ્જા ભોગવટાનાં મકાનમાથી તેમજ આરોપીના કબ્જાનાં ટુ-વ્હીલર વાહનમાંથી નીચે જણાવ્યા મુજબનો પ્રોહીબીશનનો મુદ્દામાલ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે ભચાઉ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીનું નામ
(૧) પ્રવિણ માંડણ પરમાર રહે. રબારીવાસ, સર્વોદય સોસાયટી
હાજર ન મળી આવેલઆરોપીઓનાં નામ
(૧) ટીકા બાવાજી રહે. ભચાઉ
(૨) પદુભા નામનો વ્યક્તિ