કરછ લોકસભા સીટના કોંગ્રેસ પક્ષના ઉમેદવારને જંગી બહુમતીથી વિજયી બનાવી દિલ્લીના દરબારે મોકલવા કરછની જનતા મક્કમ
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પરીવાર ના પુર્વ ધારાસભ્ય શ્રીમતી સંતોકબેન ભચુભાઇ આરેઠીયા ના દેનાબેંક ચોક સ્થિત જનસંપર્ક કાર્યાલય મધ્યે લોકસભાની ચુંટણીને અનુલક્ષી મીટીંગ યોજાઇ તેમજ કોંગ્રેસ પક્ષના ઉમેદવાર શ્રી નિતિશભાઈ લાલણ તથા કરછ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા ,રાપર તાલુકા કોંગ્રેસ ના સક્રિય આગેવાનશ્રી ભચુભાઈ આરેઠીયા ,રાપર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભીખુભાઈ સોલંકી ,આમ આદમી પાર્ટીના રાપર તાલુકા પ્રમુખ સુરેશભાઈ મકવાણા, યુવા નેતા અશોક રાઠોડ,હેતુભા ભારાજી સોઢા,કરશનભાઈ મણવર,મહેશભાઈ ઠાકોર,નરેન્દ્રભાઈ દઈયા,સુખુભા જાડેજા,રણછોડભાઈ રબારી ,ગોકરભાઈ કોલી વગેરે કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટીના આગેવાનો એ પ્રાસંગિક પ્રવચન આપું હતું. કરછ -મોરબી લોકસભાના ઉમેદવારશ્રી નિતિશભાઈ લાલણ એ જણાવ્યુ હતું કે આપણે સૌ સાથે મળી નાનામાં નાના લોકો ના પ્રશ્નોને વાંચી આપીશું તેમજ હું લોકો ના પ્રશ્નોને વાંચા આપવા હર હંમેશ તત્પર રહીશ તેમજ કરછ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી યજુવેન્દ્રસિંહે એ જણાવ્યુ હતું કે ત્રીસ વર્ષની અંદર એક સરસ અને યુવાન ઉમેદવાર ને ટિકિટ આપી ચૂંટણી ની જવાબદારી સોપી હોઈ આપણે સૌ સાથે મળીને ઘણા વોટના માર્જિન થી કોંગ્રેસ યુવા ઉમેદવારને જીતાડી છું તેમજ ભાજપ અત્યારે ઘણા મતે જીતીશું તેવી તેમની મોટી મોટી વાતો કરી રહી છે તેને ખોટી સાબિત કરી બતાવીશુ.ભચુભાઈ ધરમશીભાઈ આરેઠીયા જણાવ્યુ હતું કે રાપર મતવિસ્તાર હર હંમેશ કોંગ્રેસ પક્ષ સાથે રહ્યો છે અને આ વખતે પણ બહુમતી થી કોંગ્રેસ ઉમેદવારને જંગી લીડ અપાવશે તેવી ખાત્રી આપી હતી ઉપરાંત કોંગ્રેસ-આમ આદમી પાર્ટીના કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આભાર વિધિ રાપર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભીખુભાઇ સોલંકી એ કરી હતી. ઉપરાંત કરછ-મોરબી લોકસભા સીટના ઉમેદવારશ્રીનું રાપર વિધાનસભા કોંગ્રેસ પરિવાર દ્વારા ઉષ્માનભેર સ્વાગત કર્યું હતું.