પ્રોહીબીશનના મુદામાલ સાથે છેલ્લા ત્રણ વર્ષથી નાસ્તો-ફરતો આરોપી પકડી પાડતી બાલાસર પોલીસ

પોલીસ અધીક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પુર્વ કચ્છ ગાંધીધામ નાઓ તથા નાયબ પોલીસ અધીક્ષકશ્રી ભચાઉ સાગર સાંબડા સાહેબ તથા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી વી.કે.ગઢવી સાહેબ રાપર તરફથી નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા સુચના આપવામાં આવેલ હોય જે પોલીસ સબ ઇન્સપેક્ટર વી.એ.ઝા બાલાસર પો.સ્ટે. તથા બાલાસર પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમ્યાન મળેલ બાતમી હકિકત આધારે નીચે મુજબના નાસતા ફરતા આરોપી પાસેથી કુલ્લે રૂપિયા ૩૮૫૦૦/-ના પ્રોહી

મુદામાલ સાથે પકડી બાલાસર પો.સ્ટે. ગુના નં-૧૬/૨૪ પ્રોહી કલમ – ૬૫ (એ) (ઈ),૧૧૬(બી), ૯૮(૨), ૮૧ મુજબનો ગુનો દાખલ કરી આરોપીને અટક કરવામાં આવેલ છે.

પકડાયેલ નાસતા ફરતા આરોપીનુ નામ

રમેશ ઉર્ફે બાલો સોડાભાઈ મકવાણા (કોલી) ઉ.વ.૩૫ રહે-આણંદપર તા.૨ાપર પકડાયેલ આરોપી નીચે મુજબના ગુના કામે નાસતો ફરતો છે.

(૧) બાલાસર પો.સ્ટે-૦૬૩/૨૦૨૧ પ્રોહી કલમ-૬૫ (એ) (ઈ),૧૧૬(બી),૯૮(૨),૮૧

આ કામગીરી પોલીસ સબ ઇન્સપેક્ટર વી.એ.ઝા બાલાસર પો.સ્ટે. તથા બાલાસર પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.