1.83 લાખના મુદ્દામાલ સાથે સાત જુગારપ્રેમીઓને ઝડપી પાડતી સમાખીયાળી પોલીસ
copy image

સમાખીયાળી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન તેમને ખાનગી રહે બાતમી મળેલ હતી કે, સમાખીયાળી શાંતિનગર પ્લોટ પાસેના વિસ્તારમાં જાહેરમાં અમુક ઈશમો ગંજી પાનાં વડે રૂપિયાની હાર જીતનો જુગાર રમી રહ્યા છે. મળેલ બાતમીના આધારે પોલીસે હકીકત વાળા સ્થળ પર દરોડો પાડી જુગાર રમતા સાત ખેલીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે પકડાયેલ ખેલીઓ પાસેથી રોકડ રૂ.37,700 હસ્તગત કર્યા હતા. પોલીસે પકડાયેલ પત્તાપ્રેમીઓ પાસેથી 37,700ની રોકડ સહિત કુલ 1,83,200નો મુદ્દામાલ કબ્જે કરી તેમના વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પકડાયેલ શખ્સો :
- મનસુખ ખેતશીભાઇ જાતે સુથાર ઉ.વ.60 રહે શિકરા
- નાનજી ધનજીભાઈ જાતે સુથાર ઉ.વ. 65 રહે સમખીયાળી
- કલ્પેશ ડાયાલાલ સુથાર ઉ.વ. 38 રહે સમખીયાળી
- જયંતીલાલ હંસરાજભાઈ લુહાર ઉ.વ. 48 રહે સમખીયાળી
- લખમશી દેવજીભાઈ સુથાર ઉ.વ.60 રહે સમખીયાળી
- મહેશ મોહનભાઈ લુહાર ઉ.વ.45 રહે સમખીયાળી
- જગદીશ વીરજીભાઈ સુથાર ઉ.વ.45 રહે સમખીયાળી