અંજારમાં એસિડ પી લેતા એક યુવતીનુ મોત
COPY IMAGE

અંજાર તાલુકાના ચાંદ્રોડામાં એક પરિણીતાએ એસિડ પીને મોતને વહાલું કર્યું હતુ. ચાંદ્રોડા ગામમાં રહેતી પરિણીતા ગઇકાલે પોતાના ઘરે હતા તે દરમિયાન કોઈ અગમ્ય કારણોસર એસિડ પી લેતા તેને ગંભીર હાલતમાં સારવાર અંગે પ્રથમ અંજાર અને બાદમાં ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખસેડાયા હતા ,જ્યાં તેમને વધુ સારવાર મળે તે પહેલાં તેમણે અંતિમ શ્વાસ લીધા . કેવા કારણોસર બે વર્ષનો લગ્નગાળો ધરાવનાર આ પરિણીતાએ અંતિમ પગલું ભર્યું હશે? તેની આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.