ભચાઉ માં એક પતિએ કર્યો પત્ની ઉપર હુમલો..

copy image

copy image

ભચાઉ તાલુકાના શિકરા ગામે રહેતા એક શખ્સે  પત્નીને  લાકડાના  ધોકાથી માર માર્યો . ભચાઉ પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી માહિતી મુજબ ગત  તા. 24-3 ના આ ઘટના બની હતી .  શિકરા રહેતા યુવકના ના ભાણેજે  તેની પત્નીને બાજરીનો રોટલો બનાવવા કહ્યું હતું પરંતુ  બજારમાંથી લોટ ન મળતાં પત્ની ઘઉંની રોટલી બનાવતી  હતી , ત્યારે આરોપી ઉશ્કેરાઈને પત્નીને  લાકડાના ધોકાથી માર મારી ગંભીર ઇજાઓ પહોચાડી હતી , જેથી મહિલાને  હોસ્પિટલમાં દાખલ કરાયા તે અંગે પોલીસે ગુનો નોંધી  આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.