શંકાસ્પદ એસ.એસ.ની પ્લેટો તથા પાઇપોના નાના ટુકડાના મુદામાલ સાથે એક ઇસમને પકડી પાડતી અંકલેશ્વર જી.આઇ.ડી.સી પોલીસ

પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા વિભાગ, તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા તથા નાયબ પોલીસ અધિક્ષક ડૉ. કુશલ ઓઝાનાઓ તરફથી મિલ્કત સંબંધી ગુનાઓ શોધી કાઢવા આપેલ સુચના અનુસંધાને અંકલેશ્વર જી.આઇ.ડી.સી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર બી.એન.સગરનાઓની સુચના મુજબ અંકલેશ્વર જી.આઇ.ડી.સી પોલીસ સ્ટાફ દ્વારા બાતમી આધારે અંકલેશ્વર જી.આઇ.ડી.સી રાજપીપળા ચોકડી રચનાનગર ખાતે આવેલ ભંગારની દુકાનમાંથી શંકાસ્પદ એસ.એસ.ની પ્લેટો તથા પાઇપના નાના ટુકડા મળી કુલ વજન ૯૬,૫૦૦ કિ.ગ્રા કિમત ૯૬૫૦/- નો મુદામાલ પકડી સી.આર.પી.સી કલમ ૧૦૨ મુજબ કબ્જે કરી આરોપીની સી.આર.પી.સી કલમ ૪૧ (૧) ડી મુજબ અટક કરી આગળની કાર્યવાહી હાથ ઘરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપી

(૧) સિરાજ સુજાઇત અંસારી ઉ.વ. ૫૦ હાલ રહે- પ્લોટ નં કરાબી યોગીનગર શાંતિનગર ૦૧ ની બાજુમાં સારંગપુર તા. અંકલેશ્વર જી.ભરૂચ

કામગીરી કરનાર અધિકારીઓના નામ

(૧) અ.હે.કો જિજ્ઞેશભાઇ મોતીભાઇ

(૨) અ.હે.કો.જયરાજસિહ પોપટસિહ

(૩) અ.હે.કો યુવરાજસિહ ભરતસંગ

(૪) અ.પો.કો પિન્ટુસિહ ગટુરસિંહ

(૫) અ.પો.કો ધર્મેન્દ્રસિંહ રણજીતસિહ અંકલેશ્વર GIDC પો.સ્ટે.નાઓ ધ્વારા કરવામાં આવેલ છે.

રિપોર્ટર:- કેતન મહેતા, ભરૂચ