હબાય ગામેથી જુગારનો ગણના પાત્ર કેસ સોધી કાઢતી પધ્ધર પોલીસ “

બોર્ડર રેન્જ ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષકશ્રી તથા પશ્ચિમ કચ્છ-ભુજ પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ નાઓએ પશ્ચિમ કચ્છ જીલ્લામાં પ્રોહીબિશન/જુગારની પ્રવૃતી નેસ્તનાબુદ કરવા સુચના આપેલ જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષકશ્રી આર.ડી.જાડેજા સાહેબ ભુજ વિભાગ ભુજનાઓએ સુચના આપેલ, જે અન્વયે પો.સબ.ઇન્સ એચ.એમ.ગોહિલ પધ્ધર પોલીસ સ્ટેશન નાઓના માર્ગદર્શન હેઠળ પધ્ધર પોલીસ સ્ટાફના કર્મચારીઓ પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
તે દરમ્યાન પધ્ધર પોલીસ સ્ટેશનના પો.કોન્સ ભરતભાઇ શંકરાજી ચૌધરી નાઓને ખાનગીરાહે સચોટ અને ભરોસા લાયક બાતમી હકીકત મળેલ કે, હબાય ગામમા રહેતો કાસમ ઇસ્માઇલ મણકાના રહેણાક આગળ આવેલ ખુલ્લા વાડામાં બલ્બ લાઇટના અજવાળામાં અમુક ઇસમો ગંજીપાના વડે રૂપીયાનો હારજીતનો જુગાર રમે છે અને હાલમાં આ જગ્યાએ જુગાર ચાલુમાં છે તેવી બાતમી હકીકત આધારે બનાવવાળી જગ્યાએ વર્કઆઉટ કરી નિચે મુજબના આરોપીઓને પકડી પાડી પધ્ધર પોલીસ સ્ટેશન લઇ જઇ જુગાર ધારા ક.૧૨ મુજબની ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપી :-
(૧) ભીમજી રૂપાભાઇ ચાડ ઉ.વ.૪૭ ધંધો.ડ્રાઇવીંગ રહે.હબાય તા.ભુજ
(૨) ઇશા ઇબ્રાહીમ બાઠા ઉ.વ.૪૫ ધંધો.ડ્રાઇવીંગ રહે.ચપરેડી તા.ભુજ
(૩) હાજી હુસેન ગગડા ઉ.વ.૩૪ ધંધો.ડ્રાઇવીંગ રહે.લોડાઇ તા.ભુજ
(૪) અનવર જુસબ વરોધ ઉ.વ.૩૮ ધંધો.મજુરી રહે.હબાય તા.ભુજ (૫) કાસમ ઇસ્માઇલ મણકા રહે.હબાય તા.ભુજ (નાશી ગયેલ)
કબ્જે કરવામા આવેલ મુદામાલઃ-
રોકડ રૂ.૧૫,૦૭૦/-
ગંજીપાના નંગ-પર કિ.રૂ.૦૦/-
મોબાઇલ ફોન નંગ-૦૪ કિ.રૂ.૨૦,૦૦૦/-
ટુવ્હીલર નંગ-૦૨ જેની કિ.રૂ.૪૦,૦૦૦/-
કુલ કિ.રૂ.૭૫,૦૭૦/-
આ કામગીરીમાં પધ્ધર પોલીસ સ્ટેશનના પો.સબ ઇન્સ. એચ.એમ.ગોહિલ સાહેબના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ.રામશંગજીવ સાહેબજી સોઢા તથા એ.એસ.આઇ. અશ્વિનભાઇ પરષોતમભાઇ સોલંકી તથા પો.હેડ કોન્સ. મહેન્દ્રસિંહ વાઘજી જાડેજા તથા પો.હેડ કોન્સ.સામતાભા અણદાભાઇ પટેલ તથા પો.કોન્સ ભરતભાઇ શંકરાજી ચૌધરી તથા પો.કોન્સ. વિક્રમસિંહ મેરૂભા ગોહિલ તથા હોમગાર્ડ તરૂણ ભરતભાઇ આહીર એરીતેના પોલીસ સ્ટાફના માણસો જોડાયેલ હતા. તા.૨૭/૦૩/૨૦૨૪